મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ મરબી શહેરમાં ગંદકી ફેલાવતા આસામીઓ અને પ્રતિબંધીત પ્લાસ્ટિકના વપરાશકર્તા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૮ માર્ચથી થી ૨૪ માર્ચ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૨૯૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૮ આસામી પાસેથી રૂ. ૨૮૮૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત Open Urination
બદલ ૬ આસામીઓ પાસેથી રૂ. ૧૪૫૦/-તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૭ આસામીઓ પાસેથી રૂ. ૧૧૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.