ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રવાપર ખાતે યોજાયો હતો. મોરબીને વિકાસ કાર્યોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રીનું મોરબી જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ, વિવિધ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓ તથા સિરામીક એસોસિએશન દ્વારા પરંપરાગત પાઘડી, સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.