મોરબીમાં જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે ફેફસાના રોગો તથા પલ્મોનરી ટ્યુબરક્યુલોસીસ અને સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઓપીડી, રૂમ નંબર ૨૦ ખાતે એક્સ રે, બ્લડ ઇન્વેસ્ટિગેશન, સીટી સ્કેનની સુવિધા તથા જરૂરી તમામ દવાઓ સહિતની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.