Tuesday, May 20, 2025

ભળ ઉનાળે મચ્છુ બે કાંઠે વહેશે મચ્છુ -૨ ડેમના દરવાજા રીપેર કરવા આવતીકાલે સાંજે ૪:૦૦ વાગ્યે ૨ દરવાજા ખોલવામાં આવશે

Advertisement
Advertisement
Advertisement

મચ્છુ નદી વિસ્તારના મોરબી તાલુકાના ૨૦ તથા માળીયા તાલુકાના ૯ ગામોને સચેત કરાયા; નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ

મચ્છુ-૨ ડેમ સાઇટ- જોધપર, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૦૨/૦૪/૨૦૨૫ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યે ર દરવાજા ૨ ફુટ ખોલી ૧૩૦૦ ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવશે. જે તબક્કાવાર વધારીને ૩૫૦૦ ક્યુસેક સુધી કરવામાં આવશે.

આથી ડેમના નીચવાસના ગામો જેવા કે, મોરબી તાલુકાના (૧) જોધપર, (૨) લીલાપર, (૩) ભડીયાદ, (૪) ટીંબડી, (૫) ધરમપુર, (૬) રવાપર, (૭) અમરેલી, (૮) વનાળિયા, (૯) ગોર ખીજડીયા, (૧૦) માનસર, (૧૧) નવા સાદુળકા, (૧૨) જુના સાદુળકા, (૧૩) રવાપર, (૧૪) ગુંગણ, (૧૫) નારણકા, (૧૬) બહાદુરગઢ, (૧૭) નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા, (૨૦) અમરનગર તથા માળીયા તાલુકાના (૧) વીરવદરકા, (૨) દેરાળા, (૩) નવાગામ, (૪) મેધપર, (૫) હરીપર, (૬) મહેન્દ્રગઢ, (૭) ફતેપર, (૮) સોનગઢ, (૯) માળિયા (મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા મચ્છુ-૨ સિંચાઈ પેટા વિભાગ, મોરબીના નાયબ કાર્યપાલક ઇજનેર સૂચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW