Monday, May 19, 2025

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી તેજ એક મહિનામાં ૩૧૭ પશુ પકડ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૦૧/૦૩/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૩૧૭ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન રવાપર, વાઘપરા, ગાંધી ચોક, નગર દરવાજા ચોક, તખ્તસિંહજી રોડ, લાલબાગ, ઉમા ટાઉનશીપ રોડ, માધાપર, શનાળા રોડ, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલ થી સર્કિટ હાઉસ રોડ, જેલ ચોક જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ. તથા પકડેલ પશુ પૈકી ૬ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૪૮૦૦૦/-વસુલ કરી પશુ છોડવામાં આવેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW