મોરબી ડીવાયએસપી એસ.એચ.સારડાની ઉપસ્થિતિમાં ટોલ પ્લાઝા પાસે પ્રાથમિક શાળાના બાળકોએ સાઈબર ક્રાઈમની જાગૃતતા અન્વયે ટ્રાફીક નિયમનની કાલીઘેલી ભાષામાં સમજાવ્યા નિયમો પરલોક ન જવું હોય તો પાલન કરજો
“ હવે તો સમજો ! નાના ભુલકા તમને સમજાવે છે.” ટ્રાફિક નિયમો માટે મોરબી જિલ્લા પોલીસ નો નવતર પ્રયોગ
મોરબી જીલ્લામા ટ્રાફીક નિયમોની જાગૃતતા લાવવા માટે નવા વઘાસીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિધાર્થીઓને ટ્રાફીક નિયમોની જાગૃતતા તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તથા પોક્સો એકટ મુજબ માહિતી આપી માહીતગાર કરી બાળકોને સાથે રાખી વઘાસીયા ટોલનાકા પાસે નેશનલ હાઇવે ઉપર અવર-જવર કરતા વાહન ચાલકોમા ટ્રાફીક નિયમો અંગે જાગૃતતા આવે તે સમજાવવા માટે “બાળકો સમજાવે હવે તો સમજો” નો અભિગમ અપનાવી હેલ્મેટ પહેરવા માટે તથા સીટ બેલ્ટ બાંધવા માટે સમજાવી નાના બાળકો દ્વારા ગુલાબના ફુલ આપી ટ્રાફીક નિયમનું પાલન કરવા માટે સમજાવવામા આવેલ હતા.