આગામી “રામનવમી” તથા “મહાવીર જયંતિ” નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાના બંધ રાખવા જાહેરનામું બહાર પડાયું
આગામી તા. ૦૬/૦૪/૨૦૨૫ના રોજ “રામનવમી” નિમિતે તથા તા. ૧૦/૦૪/૨૦૨૫ના રોજ “મહાવીર જયંતી” નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી





