અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લા ના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન ભારતીય સંસ્કૃતિ મુજબ વિધિગત રીતે કરવામાં આવ્યું હતું.
આજરોજ તારીખ ૧૧ એપ્રિલના રોજ લજાઈના જોગ આશ્રમ ખાતે કુલ ૪૫ સગર્ભાનું ગર્ભ સંસ્કાર આર્યસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હર્ષાબેન મોર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા સગર્ભા માતા, બાળક, પરીવાર અને આવનારી પેઢીને થતાં ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.