મોરબી જિલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૧/૦૪/૨૦૨૫ ના ક.૧૬/૦૦ થી ક.૧૯/૦૦ સુધી “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
• આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૪૨૨ વાહનો ચેક કરવામાં આવેલ
• નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૧૯ કેશો કરવામાં આવેલ.
• વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૧૨ કેશો કરવામાં આવેલ.
• લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૨૩ કેશો કરવામાં આવેલ.
• રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ-૦૭ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
+ અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ-૦૩ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
• વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ
• ઉપરોકત વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૪૫૩૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ