ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ને ખાનગીરાહે હકીકત મળેલ કે, મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ જેને સફેદ પીડો તથા મરૂણ કલરનું પણ વાડુ ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે એક દેશી હાથ બનાવટનો કટો બંદુક સાથે આંટાફરે છે તેવી હકિકત મળતા સદરહુ જગ્યાએ તપાસ કરતા હકિકત મુજબનો વર્ણનવાળો ઇસમ મળી આવતા તેને પોલીસે કોર્ડન કરી પુછપરછ કરતા આદિનાભાઇ ઇકબાલભાઈ મકરાણી જાતે બ્લોય ઉ.વ.૩૧ રહે, કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી – ૧ વાળા પાસેથી દેશી બનાવટની બંદુક (કટો) નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણાસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપી :-

આદિનાભાઇ ઇકબાલભાઇ મકરાણી ઉ.વ.૩૧ રહે. કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી-૧

પકડાયેલ મુશ્ચમાલ :-

દેશી બનાવટની બંદુક (કટો) નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/-

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW