હનુમાન જન્મોત્સવ પર્વ નિમિત્તે કલા ક્ષેત્રના સંગીત ગાયન,વાદન,નૃત્ય અને અભિનય ક્ષેત્રે એવોર્ડ અર્પણ કરવામા આવે છે.
ઉલ્લેખનીય છે કે પ્રાણજીવનભાઇ બાબુલાલ પૈજા શિક્ષણ, ગાયન, વાદન, નૃત્ય, અભિનય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરેલ એ હેતુથી એમને આજે રાષ્ટ્રીય સંતના હસ્તે નટરાજ એવોર્ડ દ્વારા તલગાજરડા મુકામે સન્માનીત કરવામાં આવ્યા.
તેઓને હમણાજ રાજ્યપાલ દ્વારા પણ સન્માનીત કરવામાં આવ્યા હતા તેમજ તેઓ અનેક એવોર્ડથી સન્માનીત થયેલ તથા તેમનું વિશ્વ પ્રખ્યાત સ્વામી વિવેકાનંદ ભવાઈ ગૃપ દેશ-વિદેશમા કલાના કામણ પાથરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે.
ત્રણ કલા સાધકને નટરાજ એવોર્ડ મળેલ પ્રાણજીવનભાઇ પૈજા, મહાભારતના પ્રખ્યાત અર્જુન અને સનત વ્યાસજીને મળેલ
આ એવોર્ડમાં પ્રખ્યાત ફિલ્મ કલાકાર, સિરીયલ કલાકાર, લોકકલા સાધક દેશ વિદેશથી હાજર રહેલા.





