વોઇસ ઓફ મોરબી ન્યુઝના ફાઉન્ડર અને યુવા પત્રકાર પંકજ સનારીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: પત્રકારત્વને માત્ર વ્યવસાય નહીં પરંતુ સમાજસેવાનું માધ્યમ બનાવી છેલ્લા એક દાયકાથી મોરબી જિલ્લાના પ્રશ્નોને સતત ઉજાગર કરનાર અને જનતાના અવાજને વાચા આપનાર વોઇસ ઓફ મોરબી ન્યુઝના ફાઉન્ડર, પ્રદેશ-24 ગુજરાતી ટીવી ચેનલના બ્યુરો ચીફ તેમજ અગ્ર ગુજરાત સાંધ્ય દૈનિકના બ્યુરો ચીફ પંકજ સનારીયાનો આજે જન્મદિવસ છે.

પંકજ સનારીયાએ પોતાના પત્રકારત્વ જીવન દરમિયાન અનેક લોકહિતના પ્રશ્નો, સામાજિક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર અને પ્રજાને સ્પર્શતા વિષયો પર અસરકારક અહેવાલો રજૂ કરીને આગવી ઓળખ ઉભી કરી છે. તેમની નિષ્ઠા, નિડરતા અને પ્રામાણિક કામગીરીના કારણે તેઓ મોરબી જિલ્લાના પત્રકારત્વ જગતમાં એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત થયા છે.

હંમેશા પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપતા અને સત્તાધીશો સુધી લોકોનો અવાજ પહોંચાડતા પંકજભાઈને આજે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રવર્તુળ, સગા-સંબંધીઓ, શુભેચ્છકો, સામાજિક-રાજકીય આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ફોન, રૂબરૂ મુલાકાત અને સોશિયલ મીડિયાના માધ્યમથી તથા મોબાઇલ નંબર 99788 59500 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

વોઇસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી પંકજ સનારીયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સતત પ્રગતિ અને પત્રકારત્વ ક્ષેત્રે વધુ ને વધુ સફળતા અર્પે તેવી શુભકામનાઓ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW