રોર ક્રિકેટ ક્લબ મોરબીએ પાનીપત હરિયાણા ખાતે યોજાનારી ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ટીમની પસંદગી કરી.
ક્લબના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અલી ખાને જણાવ્યું હતું કે ડીપીએસ પાનીપત ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટ ૧૬ એપ્રિલથી ૨૦ એપ્રિલ દરમિયાન રમાશે જેમાં વિવિધ રાજ્યોની ૮ ટીમો ભાગ લઈ રહી છે.
ગુજરાત તરફથી ભાગ લેનાર ટીમની પસંદગી મુખ્ય કોચ મનદીપ સિંહની દેખરેખ હેઠળ ધ રોર ક્રિકેટ ક્લબ, મોરબી ખાતે યોજાઈ હતી.
ટીમ આ પ્રમાણે છેઃ દિવ જોટાનિયા (કેપ્ટન), ક્રિષ્ના ભોરણિયા, યક્ષ ગોધાણી (વિકેટ કીપર), અંશ ભાકર, જયવીર સિંહ ઝાલા, પ્રણવ જોશી (વાઈસ-કેપ્ટન), ઝિલ કાનાની, શ્રેય મારવાનિયા, રૂષભ પરમાર,વર્ચસ્વ શર્મા,હર્ષલ પટેલ, ડેનિયલ આર્દેશના.