મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં.૨૦૧૮/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૧૬(૩),૩૧૭(૨), ૧૧૦,૨૮૭,૨૮૮,૧૨૫,૫૪ ના કામ ના આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે-જમ્બા કી ઢાળી,થાના/પોસ્ટ ઓફિસ-જમ્બા તા-બાપ જી-ફલોદી (જોધપુર) (રાજસ્થાન) વાળા છેલ્લા છ માસ થી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. અજયભાઇ રાયધનભાઇ લાવડીયા તથા પોલીસ કોન્સ વિજયભાઇ નાથાભાઇ ડાંગરને ખાનગીરાહે બાતમી મળેલ કે, સદરહું ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપીને ટીંબડી પાટીયા પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એન.સગારકા હાથ ધરેલ છે.