“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી તથા હ્યુમન સોર્સની મદદથી ૧,૪૩,૪૯૭/- ની કિમતના ૦૮ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપતી ટંકારા પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા ટંકારા પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ ટંકારા પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને ટંકારા પો.સ્ટેના પો.હેડ.કોન્સ દશરથસિંહ રણજીતસિંહ ચાવડા તથા હરપાલસિંહ મનહરસિંહ ઝાલા નાઓએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ હ્યુમન સોર્સની મદદથી જહેમત ઉઠાવી નીચે મુજબના કુલ-૦૮ જેટલા આશરે ૧,૪૩,૪૯૭/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર ટંકારા પોલીસે સાર્થક કરેલ છે.