રહેણાંક મકાનમાં છુપાવેલ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.
મોરબી વાંકાનેર હાઈવે પર પોશડોડાની હેરાફેરી કરતા શખ્સને એસઓજી પોલીસે ઝડપ્યો
મોરબી એસ. ઓ જી. પોલીસ ને ખાનગી બાતમી હકિકત મળેલ કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા/ભરવાડ રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા CD DELUXE મો.સા. રજિ.નં:-GJ36AG 1845 વાળા મોટર સાયકલના હુકમાં થેલીઓમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ પોતાના કબજામાં રાખી પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવનાર છે. તેવી મળેલ બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે ને.હા. રોડ પર વોચ માં હતા તે દરમ્યાન સર્વીસ રોડ પર હકીકત મુજબનો ઇસમ વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાના જથ્થા સ્થળ પર મળી આવતા તેમજ તેની વધુ પુછપરછ કરતા પોતે વધુ પોશડોડાનો જથ્થો પોતાના કબજા ભોગવાટા વાળા રહેણાંક મકાન માં રાખેલ હોવાનુ જણાવતા આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા મુદામાલ મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
– પકડાયેલ આરોપીનુ નામ, સરનામું :-
માધાભાઈ કારાભાઈ ટોયેટા ઉ.વ. ૩૪ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. સીમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી.
– પકડાયેલ મુદ્દામાલ :-
– ગે.કા.માદક પદાર્થ પોશડોડાનો જથ્થો વજન ૩ કિલો ૧૯ ગ્રામ જેની કિ.રૂ.૯,૫૭૦/-
– ગે.કા.માદક પદાર્થ પોશડોડાના પાવડરનો જથ્થો વજન ૧ કિલો ૨૧૦ ગ્રામ જેની કિ.રૂ.૩૬૩૦/-
– ૫૦૦ ના દરની નોટ નંગ-૭ તથા ૨૦૦ના દરની નોટ નંગ-૧ તથા ૧૦૦ના દરની નોટ નંગ-૮ મળી કુલ રોકડ રૂપીયા ૪૫૦૦/-
– વનપ્લસ કંપનીનો મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫,૦૦૦/-
– CD DELUXE મો.સા. રજિ.નં:-GJ36AG1845 કિ.રૂ.૫૦,૦૦0/-
કુલ કિંમત રૂપીયા-૭૨,૭૦૦/-