ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા ૧૫ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે; ખેડૂતોએ સમયમર્યાદામાં અરજી કરવી
નવીન આઇ ખેડુત પોર્ટલની વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ આગામી તારીખ ૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વ મંજુરી આપવામાં આવશે જેથી ખેડૂતોએ પોતાના સમય અનુસાર સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી સહ આ બાબતની નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.