Wednesday, April 30, 2025

ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરી વસવાટ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ

Advertisement

ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જે ડ્રાઈવ દરમ્યાન મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે.ની-૫, મોરબી સીટી બી ડિવીઝન પો.સ્ટે.ની-૪, મોરબી તાલુકા પો.સ્ટે.ની-૧૫ તથા માળીયા મિયાણા પો.સ્ટે.ની-૩ તેમજ વાંકાનેર સીટી ડિવીઝન પો.સ્ટે.ની-૦૫, વાંકાનેર તાલુકા પો.સ્ટે.ની-૧૧, હળવદ પો.સ્ટે.ની-૦૪ તથા ટંકારા પો.સ્ટે.ની-૦૪ એમ કુલ-૫૩ ટીમો બનાવી મોરબી સોની બજાર, હોટલ, સ્પા તેમજ મજુર વસાહતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જે ચેકીંગ દરમ્યાન કુલ-૧૫૦૦ જેટલા ઇસમો, હોટલ ચેક-૭૦ જેટલી હોટલ, ધાબા ચેક-૨૪, સ્પા ચેક-૪૮, ગેસ્ટ હાઉસ ચેક-૧૩, ફાર્મહાઉસ ચેક-૦૯, મદ્રેશા/દરગાહ/ધર્મશાળા ચેક-૨૪, તેમજ ઉદ્યોગીક કંપનીના મજુરો ચેક-૩૦૦ જેટલા, મજુર વસાહત ચેક -૩૫, શૈક્ષણીક સંકુલ-૩ વિગેરે ચેક કરવામાં આવેલ અને ચેક કરવામાં આવેલ ઈસમોના ડોકયુમેન્ટ તથા જરૂરી આધાર પુરાવા વેરીફાઈ કરવા માટે ૨૭ જેટલા બી રોલ ભરવામાં આવેલ છે તેમજ શંકાસ્પદ ઇસમોના આધાર પુરાવાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ ડ્રાઈવની કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

આમ, મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ-૧૦ જેટલા બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે કોઈ માહિતી હોય, તો મોરબી પોલીસ કંટ્રોલરૂમ નં-૭૪૩૩૯ ૭૫૯૪૩ અથવા એસ.ઓ.જી. કચેરીના મો.નં-૭૦૯૬૨ ૬૩૯૯૯ પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW