વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ના ઉપક્રમે સહકારની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે સહકાર વિભાગ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આજે ૧ મે, ૨૦૨૫ના રોજ, ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે વિવિધ સહકારી સંસ્થાઓ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ – મોરબી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., મોરબી જિલ્લાની તમામ APMC અને પ્રાથમિક સેવા મંડળીઓના સહકારથી મોરબી જિલ્લાના ધાર્મિક સ્થળોએ વિશિષ્ટ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.
આ અભિયાન અંતર્ગત તાલુકા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈના કાર્યક્રમો યોજાયા. ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા અને ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના અધિકારી/કર્મચારીઓ તથા જિલ્લાના સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ‘સ્વચ્છ ભારત’ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધુ હતુ.