મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧/૦૫/૨૦૨૫ના રોજ રવાપર ચોકડી ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં માન. કમિશ્નર, ડેપ્યુટી મહાનગરપલિકા સ્ટાફ, કમિશ્નર, સિરામિક એસોસીએશનના સભ્યો, તથા નગરજનો શ્રમદાનમાં જોડાયેલ. સદરહુ સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજીત ૧૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ તથા ૯ આસામીઓ પાસેથી ગંદકી ફેલાવવા બદલ રૂ. ૧૨૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને શ્રમદાન ફોર મોરબીનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.