મોરબી જિલ્લામાં હિટવેવની આગાહી રેડ એલર્ટના પગલે હળવદ મામલતદાર દ્વારા જનસુવિધા કેન્દ્ર પર ઠંડાપાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
હળવદ કોર્ટ પોલીસ સ્ટેશન સહીતની સરકારી કચેરીઓમાં ઠંડી છાસનું વિતરણ વ્યવસ્થા ઉભી કરાઇ
મામલતદાર કચેરી હળવદ ખાતે હિટવેવની આગાહી અને હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ જાહેર કરાતા હળવદ મામલતદાર દ્વારા જનસુવિધા કેન્દ્ગ ઉપર અરજદારો માટે મંડપની અને ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ મામલતદાર સાથે સંકલન કરી હળવદ શહેરમાં સેવાકીય સંસ્થા સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ નીતાબેન સોલંકી દ્રારા જનસુવિધા કેન્દ્ર હળવદ ખાતે અરજદારોને માટે એરકુલરની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ફ્રેન્ડસ યુવા ગ્રુપ સંજયભાઈ માલી અને તેમની ટીમ દ્વારા અરજદરો તેમજ સરકારી કર્મચારીઓ માટે મામલતદાર કચેરી તેમજ સરકારી તમામ કચેરી હળવદ કોર્ટના સ્ટાફ તેમજ વકીલ ઓ ને અને પોલીસ સ્ટેશન તમામ પોલીસ કર્મીઓને ઠંડી છાસનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ સાથેજ મામલતદાર એ. ટી. ભટ્ટ દ્વારા તમામ સેવાકીય સંસથોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ સેવાકીય સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.!