ગુજરાત સ્થાપના દિવસે યુવાનોમાં ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના ઉદેશ્યથી મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમ *મોરબીની અસ્મિતા”નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, ગાયન તેમજ વાદન જેવી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૬૮ સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ તથા બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા અનેકગણી વધારી દીધી હતી. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ માન. કલેકટર કિરણ ઝવેરી, માન. કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા મુખ્ય અતિથિ માન. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના અંતમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા દરેક પ્રવૃત્તિમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને રૂ. ૨૦૦૦/-, દ્વિતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ. ૧૦૦૦/- તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ. ૫૦૦/- આપવામાં આવેલ. ઉપરાંત દરેક પ્રતિસ્પર્ધીને પ્રમાણપત્ર આપવામાં આવેલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રજાલક્ષી સાંસ્કૃતિક તેમજ વિવિધ અન્ય કાર્યક્રમોનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ છે. જેથી ભવિષ્યમાં પણ આવા વિવિધ કાર્યક્રમો દ્વારા મોરબી નગરજનોને લાભાન્વિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેથી તમામ નગરજનો મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.