મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમા સનમુન સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપરની પ્રવૃતિને શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ
મોરબી બી ડિવિજન પોલીસ મથક ના પીઆઈ એન.એ.વસાવા ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમુન સ્પાના સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર તથા રાહુલભાઇ વિનોદભાઇ સોલંકી સાથે મળી આ સ્થળે ગે.કા. પોતાના આર્થીક લાભ સારૂ પોતાના કબ્જા ભોગવટાવાળા સનમુન સ્પા નામના સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના સનમુન સ્પામાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે છે.” તેવી હકિકત હોય તે આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના માલીકો વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,૫(૧)(એ),૫(૧)(ડી),૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
– પકડાયેલ આરોપીના નામ
(૧) ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર ઉ.વ. ૩૦ ધંધો સ્પાના માલીક રહે,હાલ સનમુન સ્પા તા.જી.મોરબી મૂળ રહે.
ડો.છગલલાલની ચાલી એફ.સી.આઈ. ગોડાઉન પાસે સયાજીગઢ વડોદરા શહેર
(૨) રાહુલભાઇ વિનોદભાઇ સોલંકી ઉ.વ.૨૬ ધંધો સ્પા.માલીક રહે અમરેલી ગામ તા.મોરબી જિ.મોરબી.