તાલીમમાં ભાગ લેવા મહિલા અરજદારોએ ૩૧ મે સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવી
સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં મહિલાઓ માટે ફળ અને શાક્ભાજી પરિરક્ષણની તાલીમ મેળવવા માંગતી મહિલાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવા આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/) તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ તાલીમ ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓને તથા ૨૫ થી ૩૦ મહિલાઓના ગૃપમા આપવામાં આવે છે.
આ તાલીમ લેવા માટે ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ અરજ્દારે પોતાની પાસે રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો (આધારકાર્ડની નકલ, રેશનની કાર્ડ નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક ) સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬/૨૨૭, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી (ફોન નં:-૦૨૮૧-૨૪૪૫૫૧૭), મોરબી ખાતે દિન-૭મા રૂબરૂ પહોંચતા કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે