Tuesday, May 13, 2025

પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરનારા સામે કડક હાથે કામગીરી કરતી મોરબી મહાનગર પાલિકા

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૫ થી ૧૧/૦૫/૨૦૨૫ દરમિયાન
પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૭૧ આસામી પાસેથી રૂ.૩૨૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા
ગંદકી કરતા ૨૬ આસામી પાસેથી રૂ. ૭૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત
જાહેરમાં કચરો સળગાવતા ૩ આસામી પાસેથી રૂ. ૧૬૦૦/-, જાહેરમાં થૂંકનાર ૪ આસામી
પાસેથી રૂ. ૪૦૦/- તેમજ ખુલ્લામાં યુરિન કરતાં ૧ આસામી પાસેથી રૂ. ૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW