મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન કામ તથા અન્ય હસ્તકલા અંતર્ગત વસ્તુઓ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પનો લાભ ૨૯ જેટલા સખી મંડળના બહેનો તથા અન્ય સ્થાનિક લાભાર્થી બહેનોએ લીધો હતો વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવાશેરી. જુના બસસ્ટેન્ડ પાસે, સરદાર રોડ ફોન નં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.