મોરબી તાલુકા બંધુનગર પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.
મોરબી એસઓજી પોલીસએ બાતમી ના આધારે બંધુનગર ગામ પાસે આવેલા કોમ્પ્લેક્સ માંથી આરોપીના કબજા ભોગવટા વાળી દુકાન નં-૧૧૦ માં ઝડતી તપાસ કરતા ૧૨૬૭ ગ્રામ ગાંજાના જથ્થો સાથે એક ઈસમ ને ઝડપી લઈ આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
– પકડાયેલ આરોપીનું નામ, સરનામું :-
અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઇ માણેકીયા ઉ.વ.૨૨, ધંધો મજુરી રહે.વાંકાનેર, લક્ષ્મીપરા શેરી જી.મોરબી.
> પકડાયેલ મુદ્દામાલ :-
– નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૧ કિલો ૨૬૭ ગ્રામ જેની કિ.રૂ.૧૨,૬૭૦/-
– મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/-
– ડીજીટલ વજનકાંટો નંગ-૧ કિ.૨.૩૦૦/-
– રૂપીયા ૧૦૦/- ના દરની નોટ નંગ-૨૧ કિ.રૂ.૨૧૦૦/- કુલ કિંમત રૂપીયા-૩૦,૦૭૦/ નો મુદામાલ જપ્ત કર્યો છે