Saturday, May 17, 2025

મોરબી જિલ્લાનાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન-૨૦૨૫ માસનો અનાજનો જથ્થો મે માસમાં વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ઘરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે-૨૦૨૫ માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉપરાંત જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું ૦ થી ૫ વર્ષના બાળકો કે જેમનું e-KYC પૂર્ણ થયેલ નથી તેઓને પણ અનાજનો જથ્થો મળી રહેશે. ઉપરાંત ૧૮ વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું e-KYC થયેલ નથી તે રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા એપ્રૂવ આપ્યાના ચોવીસ(૨૪) કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેવું મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW