તાજેતરમાં દુબઈ ખાતે આયોજીત “કલસ્ટર ઓફ એચીવર” યુ.એ.ઈ. દુબઈ દ્વારા આયોજીત ૨૫ માં ઈન્ટરનેશનલ ઓવોર્ડ સન્માન સમારોહ દુબઈ માં આશરે ૧૯ જેટલા દેશોના પ્રતિનિધીઓની અને સમગ્ર ભારત દેશનના અલગ અલગ રાજયોના પ્રતિનિધીઓની હાજરી રહી હતી.
આ એવોર્ડ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે યુ.એ.ઈ.ના સેક્રેટરી ઓફ ગર્વન્મેન્ટ દુબઈ ડો. બ્રુ અબ્દુલા ઉપસ્થિત રહેલ હતા.
ગુજરાત ની એક માત્ર કોલેજ શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસ – મોરબી ની પસંદગી “બેસ્ટ કોલેજ ફોર એકેડેમીક” એવોર્ડ માટે થયેલ હતી. આ એવોર્ડ સ્પોર્ટસ ગ્લોબલ આઈકોન ઓફ ધ વર્લ્ડ એવા ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા ના હસ્તે આપવામાં આવેલ છે. આ એવોર્ડ એ શિક્ષણની ગુણવતા અને સોસીયલ મિડીયા પર કોલેજનો પ્રભાવ પર આધારીત હતો. પ્રોફેસર ઓફ આર્યતેજ કોલેજના લીટરેચર આર્ટીકલ્સ ને ધ્યાનમાં રાખી ને એનાયત કરવામાં આવેલ હતો.





