મોરબી પોલીસ ને ખાનગી રાહે હકિકત મળેલ કે મોરબી તાલુકા પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં. ૦૩૫૭/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી) ૮૧,૮૩, ૯૮(૨)મુજબના ગુનાના આરોપી જમાંરામ ઉર્ફે જગારામ જેઠારામ પ્રજાપતી રહે. તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાન વાળો હાલે મોરબી ની રવિરાજ ચોકડી પાસે હોવાની ચોકકસ હકિકત આધારે તપાસ કરતા સદરહું ગુનાનો પકડવાનો બાકી આરોપી જમારામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે. ગામ તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનવાળો ઉપરોકત ગુનાના કામે પકડવાનો બાકી હોય જેથી મજકુર આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી વધુ તપાસ પોલીસે હાથધરી છે
> મજકુર આરોપી વિરૂધ્ધ રજીસ્ટર થયેલ ગુન્હાઓ
(૧) મો. સીટી બી. ડીવી પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૦૬૫૮/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧વિગેરે
(૨) પાટણ સમી પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી) ૮૧,૮૩,૯૮(૨)વિગેરે