મોરબીના હાઈવે પર રોંગ સાઇડ ચલાવતા ટ્રક ચાલકો ચેતી જજો પોલીસ આવી હરકતમાં કેટલા દંડાયા કરી કડક કાર્યવાહી
મોરબી જીલ્લામાં રોંગ સાઇડ ચાલતા ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” યોજાઈ
મોરબી જીલ્લામાં તા.૧૪/૦૫/૨૦૨૫ થી તા.૧૬/૦૫/૨૦૨૫ સુધી “હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ હતી આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરી આ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યા હતા
મોરબી જીલ્લામાં તા.૧૪/૦૫/૨૦૨૫ થી તા.૧૬/૦૫/૨૦૨૫ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કામગીરી કરેલ છે.
આ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૮૦૨ વાહનો ચેક કરવામાં આવેલ
હાઇવે ઉપર ભારે વાહનો રોંગ સાઇડમાં ચાલતા વાહનો ચાલકો સામે કુલ કેશ-૧૮ કરી જેનો કુલ રૂ-૫૭૦૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ
નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૧૫ કેશો કરવામાં આવેલ.
વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૨૧ કેશો કરવામાં આવેલ.
રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૨૦ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ-૩૩ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ભારે વાહનો વિરૂધ્ધ એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ