હળવદ તાલુકાના પ્રોહી. ના ગુન્હામાં પાંચેક માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો હાલે જુના દેવળીયા ગામે આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા જે આધારે પોલીસે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા ઉવ.૪૦ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો મળી આવેલ જેથી આરોપીને હસ્તગત કરી હળવદ પો.સ્ટે. ખાતે સોંપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ઘરેલ છે.