મોરબી ના નવલખી રોડ પર લાયન્સનગર મેઈન રોડ પર ઉભરાતા ગટર ના પાણી
મોરબીના વોર્ડ નં ૨ માં આવેલા લાયન્સનગર મેઈન રોડ પર છેલ્લા ૧૫ દિવસ થી ગટર ના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને સખત દુર્ગંધ સાથે અતિ બિસ્માર રોડ પર ઉંડા ખાડાઓ પડી જતા અનેક વાહન ચાલકો તથા રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સમસ્યાઓ ઉભી થઈ છે
આ રોડ અનેક વિસ્તારો ને જોડતો મુખ્ય રોડ હોય, જ્યાં સતત અવરજવર રહેતી હોવાથી દરરોજ અસંખ્ય નાગરિકો ફરજિયાત પણે આ જોખમી રસ્તે પસાર થવું પડે છે અનેક વાહનો સ્લીપ થયા ના બનાવો પણ બનતા રહે છે કોઈ મોટી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય તે પહેલા તંત્ર આ રોડ ને ઉપયોગ લાયક બનાવે તેવી વ્યાપક લોક માંગણી ઉઠવા પામી છે.