Wednesday, May 21, 2025

બીલીયા ગામે ભર-ઉનાળે કાળઝાળ ગરમીમાં જુગારીઓની જામેલી બાજી પોલીસ આવતા જ પિગળી ગઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી બિલિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતુ જુગારધામ ઝડપાયું ૩.૪૮ લાખના મુદ્દામાલ સાથે સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ મથક ના પીઆઈ એસ.કે.ચારેલ ની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ દાદભાઈ લોખીલને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બીલીયા ગામે ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલ ના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને રોકડ રૂ.૩,૩૮,૬૦૦/- તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ કી.રૂ ૧૦,૦૦૦/- કૂલ ૩,૪૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ખેલીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા ચલાવી રહેલ છે.

આરોપી :-

1) ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલ રહે. બીલીયા તા-જી મોરબી

2) મનસુખભાઇ હરખાભાઇ પટેલ રહે. રવાપર રોડ દપર્ણ સોસાયટી ફલેટ નંબર ૩૦૨ તા-જી મોરબી

3) પુનીતભાઇ માવજીભાઇ પટેલ રહે. કન્યા છાત્રાલય રોડ રૂષીકેશ એપાર્ટમેન્ટ ફલેટ ૧૦૧ મોરબી

4) જયેશભાઇ કાનજીભાઇ પટેલ રહે. પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી મોરબી

5) કૌશીકભાઇ દેવજીભાઇ રહે.બીલીયા તા-જી મોરબી

6) કપીલભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે.બીલીયા તા-જી મોરબી

7) જયેશભાઇ વનજીભાઇ પટેલ રહે.વાવડી તા-જી મોરબી

કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૩,૩૮,૬૦૦/- તથા બે મોબાઇલ કીરૂ ૧૦,૦૦૦/- એમ ફૂલ ૩,૪૮,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW