મોરબી સાયબર ક્રાઈમ સેલ માં ફરજ બજાવતા નિર્મલસિંહ જાડેજા ને રાજ્યના ડીજીપી એ ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કર્યા છે નિર્મલસિંહ એ આધુનિક તકનિકના ઉપયોગથી ઓનલાઈન ફાઈનાન્સિયલ ફ્રોડના સાયબર ક્રાઈમના ગુનાના એક આરોપીની ઝારખંડ ખાતેથી ધરપકડ કરી, ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યના મળી ૦૩ ગુના શોધી ટોટલ ૧૨ એકાઉન્ટના ૫૦,૦૦૦/- રૂપિયા ફ્રિઝ કરી રૂપિયા ૮૦,૦૦૦/- રીકવર કરેલ. આ ઉત્કૃષ્ટ કામગીરી માટે ‘સાયબર કોપ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ આપ આ જ રીતે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરતા રહો તેવી ડીજીપી વિકાસ સહાય એ શુભેચ્છા આપી હતી