Saturday, May 24, 2025

મોરબીના વિદ્યાર્થીઓ માટે ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા સ્કૂલબેગ કંપાસ બોક્સ વગેરે 40% થી વધુ રાહત દરે વિતરણ

Advertisement
Advertisement
Advertisement

નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફ્રી ટિફિન સેવા પરિવાર મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીક ના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40% થી વધુ રાહત દરે વિતરણ એક અઠવાડિયા સુધી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ તારીખ 25 મે 2025 થી તારીખ 1 જુન 2025 સુધી ચાલશે તો મોરબીની દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટનો લાભ મેળવે તેવી પ્રોજેક્ટ ના આયોજકો દ્વારા અભ્યર્થના છે.

આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે.

ડો. રવિન્દ્ર ભટ્ટ : 98982 88777
સુનિલભાઈ કચોરીયા: 9408101954
મિહિરભાઇ મહેશ્વરી : 9426221848

વિતરણ તારીખ : 25/5/2025 થી 1/6/2025

વિતરણ સમય: સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00

વિતરણ સ્થળ: “આશીર્વાદ:
શક્તિ પ્લોટ શેરી નંબર-9
રવાપર રોડ, મોરબી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW