Sunday, May 25, 2025

જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસેથી શંકાસ્પદ સંગ્રહ કરેલા પેટ્રોલિયમ પ્રોડક્ટના જથ્થાનો પર્દાફાશ

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા પોલીસે જાજાસર ગામની સીમમાં આવેલ મીઠાના કારખાના પાસેથી શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રોડક્ટના જથ્થા સાથે એક શખ્સને દબો‌ચ્યોં

પો.ઇન્સ આર.સી.ગોહિલ તથા માળીયા મીંયાણા પો.સ્ટે ના પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, જાજાસર ગામની સીમમા આવેલ આરબ સોલ્ટ પાસે એક બોલેરો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જતો હોય તેવી હકીકત મળતા શંકાસ્પદ બોલેરો ગાડી રોકી ચેક કરતા બોલેરો ચાલક પાસે આ ગાડીમા ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે લાયસન્સ કે પરમીટ માંગતા તેની પાસે ના હોય તથા વધુ યુક્તી પ્રયુક્તી થી વધુ પુછપરછ કરતા પોતે બોલેરો ગાડીમા ભરેલ જથ્થો આરબ સોલ્ટનામના મીઠાના કારખાના પાસે લોખંડના બે ટાંકામા સંગ્રહ કરેલ હોય આમ તે જગ્યા એ તપાસ કરતા પેટ્રોલીયમ પ્રોડકટ નો જથ્થો મળી આવેલ જેને શીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરેલ છે

બોલેરો ગાડીનો ચાલક – અશોકકુમાર છોટુરામ ચૌધરી ઉ.વ. ૩૯ ધંધો સુપરવાઇઝર રહે. હાલ આરબ સોલ્ટ જાજાસર ગામની સીમ, તા. માળીયા મિયાણા મુળ રહે. મંડામદની ગામ તા. દાત્તારામગઢ જી. સિકર રાજસ્થાન

– કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) બોલેરો ગાડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા પેટ્રોલીંયમ પ્રોડકટનો જથ્થો આશરે ૧૦૦૦ લીટર જેની કી રૂ. ૭૦,૦૦૦/-તથા બોલેરો ગાડીની કી રૂ. ૨,૦૦,૦૦૦/-(૨) બે લોખંડના ટાંકામાં આશરે ૧૩૫૦૦ લીટર પેટ્રોર્લીયમ પ્રોડકટનો જથ્થો જેની કીરૂ ૯,૪૫,૦૦૦/-તથા બન્ને લોખંડના ટાંકાની કિરૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ રુ ૧૪,૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW