Friday, May 30, 2025

માળીયામિંયાણાના મોટા-દહીંસરા નજીક થયેલ ફાયરિંગ કેસમાં અદભુત વણાંક ફરીયાદને દેણું વધી જતા પોતાના કહેવાથી ફાયરિંગ કર્યાનો એલસીબીએ કર્યો ધડાકો

Advertisement
Advertisement
Advertisement

મોરબી નવલખી રોડ પર બિલ્ડર પુત્ર ઉપર ફાયરિંગ થયું ફાયરિંગ ગામ આખું ગાંડુ કર્યું ને ખોદયો ડુંગર નિકળ્યો ઉંદર ફરીયાદીને દેણું વધી જતા પોતાએ જ પૈસા આપીને કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ પોલીસ પાસે કબુલાત

માળિયા ના મોટા દહિસર નજીક ફાયરિંગ ના વણશોધાયેલ ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમોને અલગ-અલગ કામગીરી સોપેલ જેમાં બનાવ સ્થળની વિઝીટ કરી બનાવ સ્થળની આજુબાજુમાં આવેલ દુકાન હોટલ તથા પેટ્રોલપંપ વિગેરે જગ્યાઓએ લગાડેલ સી.સી.ટી.વી.ફૂટેજ તપાસતા તેમજ ટેકનીકલ અને હ્યુમન એનાલીસીસ કરતા આ ગુનામાં સંડોવાયેલ બે શકમંદ ઇસમો નામે (૧) પરેશભાઇ ગોપાલભાઇ ઉઘરેજા રહે. મોરબી પંચાસર રોડ તેમજ (૨) મકસુદ સન/ઓફ મહમદભાઇ હુસેનભાઈ નકુમ/સંધી રહે. જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી નાઓને એલ.સી.બી.કચેરી ખાતે પુછપરછ અર્થે લાવી યુક્તિ પ્રયુક્તિ વડે પુછપરછ કરતા આ કામના ફરીયાદી તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઇ હંસરાજભાઈ ગામી /પટેલ રહે.પ્રમુખ એપાર્ટમેન્નટ મોટી કેનાલ અવની ચોકડી પાસે મોરબી મુળ રહે.હજનાળી તા.જી.મોરબી વાળાને ધંધામાં પૈસાનુ દેણુ વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ન પડે તે સારૂ પોતે પોતાની ઉપર ફાયરીંગ કરવા આ કામના આરોપી નં(૧) ને જણાવતા તેઓએ આરોપી નં(ર) મહમદભાઇ નકુમ રહે,જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી વાળાનો સંપર્ક કરાવી ગોપાલભાઇ ગામી ઉપર ફાયરીંગ કરવાના રૂપીયા ૩,૦૦,૦૦૦/-

આપવાના નક્કી કરી ફરીયાદીએ પોતેજ આ કાવતરૂ રચેલ હોય અને પોતે એક પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેણે આ ફાયરીંગ કરેલ હતુ અને નક્કી થયા મુજબ આ મકસુદને રૂપીયા ૩,૦૦,૦૦૦/- પૈકીના રૂપીયા ૧,૫૦,૦૦૦/- આપી દીધેલ હોવાનુ તેમજ ફાયરીંગ કરેલ તે પિસ્તોલ પણ આ મકસુદ પાસે હોવાનું જણાવેલ હોય તેમજ આ ગુનામાં વાપરેલ પિસ્તોલ તથા આ ગુનો આચરવા માટે લીધેલ રોકડા રૂપીયા તથા બન્ને આરોપીઓએ ગુનામાં વાપરેલ મોબાઇલ ફોન કબ્જે કરી બન્ને આરોપીઓને પકડી પાડી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મિં) પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે. હાલે આ ગુનાની તપાસ ચાલુ છે.

આમ આ ગુનાના ફરીયાદી તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીને ધંધામાં રૂપીયાનુ દેણુ થઇ જતા લેણદારો તેઓની પાસે રૂપીયાની અવાર-નવાર ઉઘરાણી કરતા હોય જેથી તેઓને રૂપીયા આપવા ન પડે તે સારૂ તેણે પોતે જ આ કામના પકડાયેલ બન્ને આરોપીઓનો સંપર્ક કરી પોતાની ઉપર ફાયરીંગ કરવાના રૂપીયા ૩,૦૦,૦૦૦/- આપી પોતેજ કાવતરૂ રચેલ હોય જે ફરીયાદીએ રચેલ કાવતરાનો પર્દાફાસ કરી ગણતરીના દિવસોમાં બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવામાં મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

– પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-

(૧) પરેશભાઇ ગોપાલભાઇ અટક ઉંઘરેજા/રહેવાસી મોરબી પંચાસરરોડ નાની કેનાલ પુષ્કર એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૫૦૨ મુળ ગામ દેરાળા તા.માળીયા(મી) જી.મોરબી

(૨) મકસુદ સન/ઓફ મહમદભાઇ હુશેનભાઇ નકુમ/ રહે. જુના બસ સ્ટેન્ડ પાસે ઇદ મસ્જીદ રોડ, મોરબી

> પકડાયેલ મુદામાલની વિગત:-

(૧) બનાવમાં વાપરેલ હથીયાર (પિસ્તોલ) નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-

(૨) બનાવને અંજામ આપવા માટે લીધેલા રૂપીયા પૈકીના રોકડા રૂપીયા.૧,૧૦,૦૦૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૨૫,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૫,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW