Sunday, June 1, 2025

મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે ૧ દિવસીય વર્કશોપ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર વૈદ્યએ માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લામાં સરકારીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઇસીડીએસના સીડીપીઓ તથા મુખ્ય સેવિકાઓ માટે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ વર્કશોપમાં C-MAM (Community-Based Management of Acute Malnutrition – અતિ કુપોષણનું સમુદાય-આધારિત વ્યવસ્થાપન) કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનપુટ્સ અને વિઝન, C-MAM ના વ્યુહાત્મક આયોજન અને પ્રસ્તુતિ, જિલ્લા બેસ્ટ પ્રેક્ટિસીસ, C-MAM પ્રોગ્રામમાં આરોગ્ય વિભાગની ભૂમિકા, ગામડાના આંગણવાડી કેન્દ્રમાં પોષણની સ્થિતિ, પોષણ સંગમ એપ્લિકેશનનું ઓરિએન્ટેશન સહિત વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં આઈસીડીએસ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ, મોરબી સીઆરએચઓ ડો. સંજય શાહ, મોરબી આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ ભાવનાબેન ચારોલા સહિતના અને મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW