Friday, June 6, 2025

રણકાંઠે મોરબી એલસીબી ત્રાટકી ચીખલી ગામે રહેણાંક મકાનમાં ધમધમતુ દેશી બંદૂક બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણાના રણકાંઠે આવેલ ચીખલી ગામે હથિયાર બનાવવાનું કારસ્તાન ઝડપાયુ સલીમ ઝડપાયો સિદિકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

માળીયા (મિં) તાલુકાના ચિખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથીયાર બનાવતા ઇસમને દેશી હાથબનાવટની બંદુક નંગ-૦૨ તથા હથીયાર બનાવવાના સાધનો મળી કુલ કિ.રૂ.૧૯,૦૭૦/- ના મુદામાલ સાથે પકડી ગે.કા.હથીયાર બનાવવાની પ્રવુતિનો પર્દાફાસ કરતી ક્રાઈમ બ્રાંચ મોરબી.

મોરબી એલસીબી ને બાતમી મળેલ કે, ચિખલી ગામે મફતીયા પરામાં રહેતા સલીમભાઇ કાદરભાઇ મિયાણા તેના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ ફળીયામાં ગે.કા. દેશી હાથ બનાવટની બંદુકો જાતેથી બનાવી અલગ-અલગ ગ્રાહકોને વેચે છે અને હાલે તેની આ ગે.કા.પ્રવ્રુતી ચાલુમાં છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે હકીકત આધારે મજકૂર ઇસમના રહેણાંક મકાને રેઇડ કરતા તેના રહેણાંક મકાનેથી નીચે જણાવ્યા મુજબના ગે.કા. હથીયાર તથા હથીયાર બનાવવા અંગેના સાધનો મળી આવતા જેના વિરુધ્ધ માળીયા (મિં) પો.સ્ટે.માં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે. તેમજ પકડાયેલ આરોપીને તેની પાસેથી મળી આવેલ ગે.કા.હથીયારો તથા હથીયાર બનાવવાના સાધનો બાબતે પુછપરછ કરતા તે મોબાઇલ ફોનમાં યુ-ટ્યુબમાં હથીયાર બનાવવા તથા રીપેરીંગ કરવા અંગેના વીડીયો જોઇ આ ગે.કા.હથીયાર બનાવતા તથા રીપેરીંગ કરતા શિખેલ હોવાનુ જણાવેલ છે.

મોરબી એલ.સી.બી. દ્વારા માળીયા (મિં) તાલુકાના ચિખલી ગામે રહેણાંક મકાનમાં ગેર કાયદેસર રીતે હથીયાર બનાવવા અંગેની ગે.કા.પ્રવૃતિનો પર્દાફાસ કરેલ છે.

– પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-

(૧) સલીમભાઇ સન/ઓફ કાદરભાઇ સુલેમાનભાઇ માલાણી/મિયાણા રહે.ચિખલી ગામ મફતીયાપરા તા.માળીયા (મિં) જી.મોરબી મોરબી

– પકડવાના બાકી આરોપીનુ નામ:-

(૧) સિદીકભાઇ ઉમેદઅલી કાજેડીયા/મિયાણા રહે.હાલ ચરાડવા તા.હળવદ જી.મોરબી

– પકડાયેલ મુદામાલની વિગત:-

(૧) દેશી હાથબનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુક નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-

(૨) ઇલેક્ટ્રીક વેલ્ટીંગ મશીન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-

(૩) ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર મશીન નંગ-૦૨ કિ.રૂ.૨,૦૦૦/-

(૪) ડ્રીલ મશીન નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦૦/-

(૫) લોખંડનો સિગરો (ભીડો) નંગ-૧ કિ.રૂ.૫૦૦/-

(૬) ઇલેક્ટ્રીક બોર્ડ નંગ-૦૨ કિ.રૂ.૫૦૦/-,

(૭) બાર બોરના ખાલી કાર્ટીસ નંગ-૬૦ કિ.રૂ.૦૦/૦૦

(૮) ગન પાવડર ભરેલ પ્લાસ્ટીકની શીશી નં-૦૨ કિ.રૂ.00/00

(૯) લોખંડના જીણા છરા નંગ-૧૧૧ કિ.રૂ.૦૦/૦૦

(૧૦) વેલ્ડીંગના ચશ્મા નંગ-૦૧ કિ.રૂ.૫૦/-,

(૧૧) કાતર નંગ-૦૧ કિ.રૂ.૨૦/-

(૧૨) ચાંદલીયાના રોલની ડબ્બી નંગ-૦૫ કિ.રૂ.૦/૦ મળી કુલ કિ.રૂ.૧૯,૦૭૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

– આરોપીનો ગુન્હો કરવાનો એમ.ઓ.:-

આ કામના પકડાયેલ આરોપી છેલ્લા બે-ત્રણ વર્ષથી પોતાના રહેણાંક મકાનના ફળીયામાં જાતેથી અલગ-અલગ સાધનો વડે દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુકો જાતેથી બનાવી વેચવાની તથા હથીયાર રીપેરીંગ કરવા અંગેની એમ.ઓ.ધરાવે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW