માળીયામિંયાણા પોલીસે કચ્છ તરફથી આવતા ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચ્યોં રૂ.૮.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
માળિયા મી. પોલીસ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કચ્છ તરફથી ઇકોસ્પોર્ટ કાર જેનો રજી નં- GJ-03-FD-9056 મા ગે.કા.તે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા મીંયાણા સહેનશાવલી પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી હકિકત વાળી કાર મળી આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૪૭ કિ.રૂ.૪,૭૧,૫૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :–
અભીષેકભાઇ મુકેશભાઇ બદીયાણી ઉ.વ. ૨૭ રહે. જામનગર
પકડવાનો બાકી આરોપી :-
મામા રહે સામખીયાળી
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) ઓલસીઝન ગોલ્ડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૨૦૪ કિ.રૂ. ૨,૮૫,૬૦૦ /-
(૨) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલપેક બોટલ નંગ-૧૪૩ કિ.રૂ. ૧,૮૫,૯૦૦/-
(૩) ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર રજી નં GJ-03-FD-9056 કિ.રૂ ૪,૦૦,૦૦૦/-
(૪) વીવો કંપનીનો મોબાઇલ ફોન કી રૂ.૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮,૭૬,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.




