Sunday, June 8, 2025

હળવદ: ખેડૂતને લૂંટી લેનાર બંને ઇસમોને માથક રોડ પર પોલીસના દર્શન થઈ જતા સાધુના વેશમાં શેતાન બનેલા લુંટારાના ધોતીયા ઢીલા થઈ ગયા

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

હળવદ હાઈવે પર ખેડૂતને સાધુના વેશમાં શેતાન બની લુંટી લેનારા વાંકાનેરના ધારૂનાથ અને બહાદુરનાથને એલસીબીએ માથક રોડ ઉપરથી ઉપાડી લીધા

ખેડુતને કહ્યું ભાગ્યશાળી છો સાધુના દર્શન થયા તેમ કહી લુંટી લેનાર બંને ઇસમોને માથક રોડ પર પોલીસના દર્શન થઈ જતા સાધુના વેશમાં શેતાન બનેલા લુંટારાના ધોતીયા ઢીલા થઈ ગયા પોલીસ પાસે પોપટ બની લુંટની આપી કબુલાત

ગત તા. ૦૩ જુનના રોજ ફરીયાદી પોતાની ખેતીની ઉપજના રૂપિયા પોતાના મોટર સાયકલ લઇ હળવદથી જીવા ગામ તરફ જતા ઢવાણા ગામના પાટીયા પાસે એક કાળા જેવા કલરની સ્વીફ્ટ કારમાં એક ઇસમ સાધુ જેવા વેશમાં બેસી તથા બીજો ઇસમ કાર ચલાવી આવી ફરીયાદીને મોટર સાયકલ રોકવા ઇસારો કરતા ફરીયાદીએ પોતાનું મોટર સાયકલ ઉભુ રાખતા તેને શીવ મંદિર બાબતે પુછી ફરીયાદીને કહેલ કે તમો ભાગ્યશાળી છો તમને આવા સાધુના દર્શન થયેલ છે તેમ કહેતા ફરીયાદી તેની પાસે જતા ફરીયાદી પાસે પાકીટમાં રહેલ રૂપિયા તથા તલ વેચાણના રૂપિયા એમ મળી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- ની ફરીયાદી પાસેથી બળજબરીથી જુટવી બંન્ને આરોપીઓએ એકબીજાએ મદદગારી કરી લઈ નાશી ગયા હોય જે બાબતે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હોય.
જેથી આરોપીઓએને ઝડપી પાડવા મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમો બનાવી તપાસ હાથ ધરી સી.સી. ટીવી ચેક કરતા પોલીસને સંયુક્તમા બાતમી મળેલ કે સાધુ જેવો માણસ તથા એક કાર ચાલક બંન્ને પાસેની કાર હતી તે ગ્રે કલરની સ્વીફ્ટ કાર છે. અને તે બંન્ને માણસો વાંકાનેર ભોજપરા વિસ્તારના છે જેમાં એકનુ નામ ધારુનાથ તથા બીજાનુ નામ બહાદુરનાથ છે તે બંન્ને કાર તથા રોકડા રૂપિયા સાથે હાલમાં રાતાભેરથી માથક જવાના રસ્તાએ હોવાની ખાનગી માહિતી મળેલ હોય જે અન્વયે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી આ ગુન્હામાં ઉપયોગ કરેલ સ્વીફ્ટ કાર રજી.નં.GJ-36AJ 6957 વાળી તથા બંન્ને ઇસમો બહાદુરનાથ સુરમનાથ પરમાર (ઉ.વ.૩૦) રહેવાસી ભોજપરા વાદીપરા વાંકાનેર તા.વાંકાનેર તથા ધારૂનાથ જવેરીનાથ અટક સોલંકી (ઉ.વ.૩૫) રહેવાસી ભોજપરા વાદીપરા વાંકાનેરવાળા મળી આવતા પુછપરછ કરતા પોતે બન્ને આ ગુનાની કબૂલાત આપતા બંન્ને કુલ રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન તરફ સોંપવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW