Saturday, March 7, 2026

મોરબી મહાપાલિકા દ્વારા આવાસ યોજના ૨.૦(શેહરી) અન્વયે BLC ઘટકના ઓનલાઇન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ(મેળા)નું આયોજન સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે.
જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ.૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/- ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.૩.૦૦(ત્રણ) લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર તા.૧૦-૦૬-૨૦૨૫ થી તા.૧૩/૦૬/૨૦૨૫ સુધી કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. કેમ્પ(મેળા)નું સ્થળ નીચે મુજબ છે.
૧. ભડીયાદ ગ્રામ પંચાયત ખાતે તા. ૧૦-૦૬-૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ થી ૪:૦૦
૨. લાઇન્સનગર (ગોકુલનગર) પ્રાથમિક શાળા ખાતે તા. ૧૧-૦૬-૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ થી ૪:૦૦
3. દીપ્તિ આરોગ્ય કેન્દ્ર (સિસ્ટરનો બંગલો) ફુલછાબ કોલોની વી.સી. પરા મોરબી ખાતે તા.૧૨-૦૬-૨૦૨૫ ના રોજ બપોરના ૦૨:૩૦ થી ૫:૦૦
4. શ્રી જનકલ્યાણ મહાદેવ મંદિર ઉમા ટાઉનશિપ સામાકાંઠે મોરબી ખાતે તા. ૧૩-૦૬-૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ થી ૪:૦૦.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW