Sunday, June 15, 2025

મોરબી રાજકોટ હાઇવે પર કોલસાની આડમાં લઈ જવાતો ઈંગ્લિશ દારૂ મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસે ચુંટણી ટાણે દારૂની રેલમછેલ થાય તે પુર્વે જ ૬૬૯૬ બોટલ રૂ.૮૯.૩૨ લાખનો દારૂ મળી કુલ રૂ.૧,૦૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખળભળાટ મચાવ્યો

મોરબી એલસીબી પોલીસે મોરબી રાજકોટ હાઇવે પર કોલસાની આડમાં લઈ જવાતો ઈંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી ખળભળાટ મચાવી દીધો છે આગામી રથયાત્રા તેમજ ગ્રામ પંચાયતની ચુટણી અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન મોરબી શનાળા ગામ પાસે આવેલ મેડીકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨,૮૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧,૦૯,૩૨,૮૦૦નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબીનાઓએ આગામી સમયમાં રથયાત્રા તેમજ ગ્રામપંચાયતની ચુટણી યોજાનાર હોય જે અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા તેમજ આ ચુટણી શાંતીપુર્ણ માહોલમાં નિર્ભય રીતે યોજાય તે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જેઓના માર્ગદર્શન હેઠળ અમો તથા વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો મોરબી તથા એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને ખાનગીરાહે હકિકત મળેલ કે, કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક નંબર- GJ-10-2-7822 વાળી રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં કોલસાની બોરીઓની નીચે ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકિકત આધારે શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વોચમાં હતા દરમિયાન હકીકત વાળી ટ્રક નિકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઇવરે પોતાની ટ્રક રોકેલ નહી જેથી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના અધિકારી/કર્મચારીઓ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવર પોતાની હવાલા વાળી ટુક GJ-10-2-7822 જે શનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઇવે રોડ ઉપર મેડીકલ કોલેજની સામે રેઢી મુકી ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ભાગી ગયેલ જે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભુકી ભરેલ બોરીઓ હોય જે બોરીઓની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ હોય જે નીચે જણાવ્યા મુજબનો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો મળી આવતા મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે જેમાં પકડાયેલ મુદામાલમાં ટાટા ટ્રક રજી.નં. GJ-10-2-7822 નો ડ્રાઇવર ટાટા ટ્રક રજી.નં. GJ-10-2-7822 નો માલીક રોયલ સ્ટગ સુપીરીયલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૬૬૮ કિ.રૂ.૨૫,૦૨,૦૦૦ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-.૩૯૭૨ કિ.રૂ. ૫૧.૬૩,૬૦૦ મેજીક મુમેન્ટ ગ્રેઇન વોડકા ની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૫૬ રૂ.૧૨,૬૭,૨૦૦ ટાટા ટ્રક GJ-10-2-7822 ३.२०,००,००० કોલસાની ભુકી ભરેલ બોરીઓ નંગ-૧૦૦ રૂ.૦૦/૦૦ ટ્રકના કાગળોની ફાઇલ, આર.સી.બુક, ફાસ્ટેગ કાર્ડ, વિગેરે મુદામાલ મળી કુલ રૂ.૧,૦૯,૩૨,૮૦૦નો મુદામાલ કબજે કરેલ છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW