Wednesday, June 18, 2025

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારી અને ગંદકી કરતા આસામીઓને દંડ ફટકારતી મોરબી મહાનગરપાલિકાની ટીમ

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૩૬ વેપારીઓ અને ગંદકી કરતા ૨૩ આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. ૧૧ જુન થી ૧૬ જુન દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા ૩૬ આસામી પાસેથી રૂ. ૧૬૯૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવેલ તથા ગંદકી કરતાં ૨૩ આસામી પાસેથી રૂ. ૨૭૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૬ આસામી પાસેથી રૂ. ૩૮૦૦/-નો દંડ તથા ખુલ્લા Urination કરતાં ૩ આસામી પાસેથી રૂ. ૩૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવેલ.
તા. ૧૬ જુનના રોજ કમિશ્નર દ્વારા ઝોન નં. ૧ની વિઝિટ કરવામાં આવેલ. જેમાં કમિશ્નર દ્વારા ઝોન નં. ૧ના સફાઈ કર્મચારીની હાજરી, ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી તથા GVP પોઈન્ટની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવેલ. આ ઉપરાંત ગંદકી કરતાં ૨ આસામી પાસેથી રૂ. ૩૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.
વધુમાં જણાવવાનું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત આલાપ રોડ ખાતે હનુમાનજીના મંદિર પાસે, ભક્તિનગર સર્કલ થી શનાળા રોડ તથા કે.બી. શેઠના નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW