ટંકારા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૪૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨), ૩૨૪(૪) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ આ ગુન્હાના ફરીયાદી પોતાની ટી.એન્ટરપ્રાઈઝ (ટીનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા રૂપિયા ૯૦,૦૦,૦૦૦/- લાખ વાહનમાં લઇને રાજકોટ થી મોરબી તરફ આવતા પાંચ થી સાતેક આરોપીઓ પોતાના વાહનો સાથે પાછળ આવી ખજુરા હોટલ પાસેથી લુંટ/ધાડ કરી રોકડ રકમ લઇ નાશી ગયેલ હોય જે બનાવ અનુસંધાને તાત્કાલીક મોરબી જીલ્લા પોલીસ દવારા નાકાબંધી કરવામાં આવેલ હતી.
આ ગુન્હાની ગંભીરતાના ધ્યાને લઇ મોરબી જીલ્લા પોલોસ અધિક્ષકની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ વાંકાનેરના સુપર વિઝન હેઠળ મોરબી એલ.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા ટંકારા પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓ ટીમ સાથે સાવધ થઇ બનાવ સ્થળની મુલાકાત કરી જામનગર જીલ્લા પોલીસ સાથે સંકલન કરી અધિકારી/કર્મચારીઓને એલર્ટ કરી વ્યુહાત્મક નાકાબંધી કરી. ગણતરીના કલાકમાં બે આરોપીઓને લુંટના ગુન્હામાં ગયેલ મુદ્દામાલ પૈકીના રોકડ રૂપીયા ૭૨,૫૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ રૂ.૮૨,૦૦,૦૦૦/- સાથે પકડી પાડવામાં આવેલ હતા.
આ ઉપરોક્ત લૂંટધાડના બનાવમાં ત્વરિત અને સૂઝબૂઝથી ઉત્કૃષ્ટ કામગીરી કરીને મોરબી પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢેલ અને આરોપીઓ સાથે 72,50,00/- ની માતબર રોકડ રકમ મળીને કુલ 82 લાખના મુદમાલની રિકવરી કરવા બદલ રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક કુમાર એ રેન્જ આઇ.જી.પી. કચેરી ખાતે મોરબી એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઇ. સહિતના મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના પોલીસ અધિકારી/ કર્મચારીઓને પ્રસંશા પત્ર એનાયત કરીને સન્માનિત કર્યા હતા.





