Saturday, March 7, 2026

વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં દાતા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના મૂળ વતની એવા દાતા એન .ડી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા દર વર્ષની દાનપુણ્યની પ્રણાલિકા જાળવી રાખી આ વર્ષે પણ શ્રી વવાણીયા ગામની કન્યા શાળા તથા તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ બાલ વાટિકા થી ૮ માં અભ્યાસ કરતા આશરે ૫૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનો ને ખુબ સારી ક્વોલિટી વાળા અર્ધો ડઝન ફૂલસ્કેપ ચોપડા તથા નોટબુક દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ફ્રી વિતરણ કરી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી.
આ તકે કન્યા શાળા તથા તાલુકા શાળા ના સારસ્વત વૃંદ એવા શિક્ષક ગણ તથા બાળકોના વાલીઓ દ્વારા એન. ડી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ મહેતા ની સેવા ને બિરદાવી એમનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW