મોરબી જીલ્લા સહકાર ભારતી ની જીલ્લા કારોબારી ની બેઠક તારીખ ૧૭/૦૩/૨૦૨૫ ના રોજ મળેલ હતી ત્યારે થયેલ નિર્ણય અનુસાર મોરબી તાલુકા સહકાર ભારતી ના તાલુકા પ્રમુખ તરીકે ત્રણ વર્ષ માટે મનોજભાઈ શેરસીયાની નિમણૂક કરવામાં આવે છે. આ નિમણુંક આપની આરએસએસ પ્રત્યેની નિષ્ઠા, તેના કાર્યક્રમો માં સક્રિયતા સેવાની ભાવના અને સહકારી ક્ષેત્ર ની સક્રિય કારર્કીદી ધ્યાને લઇને કરવામાં આવેલ છે.
સહકાર ભારતી રાષ્ટ્રીય સ્વયં સંઘની ભગીની સંસ્થા છે, સહકાર ભારતી એ રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે, આ સંગઠન તાલુકા, જીલ્લા, પ્રદેશ કક્ષા એ કાર્યરત છે સહકારી ક્ષેત્ર ના વિકાસમાં તેનું મહત્વનું પ્રદાન રહેલ છે. જે આપની જન સારું જીલ્લા સહકાર ભારતીના વિવિધ કાર્યકર્મોમાં આપનું ઉત્કૃષ્ઠ પ્રદાન રહેશે. તેવી અપેક્ષા
મનોજ ભાઈ ખરચીયા ઓમનગર પંચાયત ના સરપંચ તરીકે સેવા આપેલ તેમજ આમરણ આદર્શ સેવા સહકારી મંડળી મા મંત્રી તરીકે દશ વરસ સેવા આપેલ હાલ આમરણ વિસ્તાર પાચ મંડળી મા સેવા આપી રહીયા છે




