બનાવની ટુંકમાં હકીકત એવી છે કે તા. ૨૧/૧/૨૦૨૫ ના એલ. સી. બી. મોરબી ધ્વારા જુના સાદુળકા જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ ની સામે એ. બી. સી. મીનરલ્સ ની બાજુમાં આવેલ પ્લોટ માં રેડ કરી અને વાહનો તથા કોલસા વિગેરે મળી રૂા. ૧,૦૯,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે સ્થળ ઉપર થી ચાર ઈસમો ની અટક કરી અને કુલ નવ ઈસમો સામે કોલસા ચોરીની ફરીયાદ આપેલ અને સદર કેસ માં પોલીસે (૧) રમેશ સ. ઓ. અનસિંહ વસુનીયા (૨) રાકેશ સ./ઓ. સવલાભાઈ વસુનીયા ની અટકાયત કરી અને નામ. કોર્ટ માં રજુ કરતા નામ. કોર્ટે બંન્ને આરોપીઓ ને જેલ હવાલે કરતા બંન્ને આરોપીઓ એ મોરબી ના સીનીયર એડવોકેટ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી પ્રીન્સી. ડીસ્ટ્રીકટ જજ પી. વી. શ્રીવાસ્તવ સાહેબ ની કોર્ટમાં કરતા આરોપી ના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) ની ઘારદાર દલીલ તથા નામ. ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદા ધ્યાને લઈ શરતો ને આધીન રૂા. ૨૫૦૦૦/- ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.





