Sunday, March 8, 2026

આપઘાત કરે તે પહેલાં જ મોરબી ૧૮૧ ની ટીમે સ્થળ પર પહોંચી મહિલાને બચાવી

Advertisement
Advertisement
Advertisement

*પ્રેમની માનસિક ત્રાસથી કંટાળી મહિલા એ આપઘાત કરવાનું વિચાર્યું હતું*

*મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ છે*

*તારીખ:-૨૫/૦૭/૨૦૨૫ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી એલ.ઈ.ગ્રાઉન્ડ પાસે ટ્રેનની નીચે આપઘાત કરવા જઈ રહ્યા છે મહિલા કોઈનું કાઈ પણ માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે તેમજ મહિલા કાંઈ પણ બોલતા નથી અને ખુબ જ રડે છે તેમજ ખુબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ મહિલા કાંઈ પણ બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે*

*જેના પગલે ૧૮૧ કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ રસીકભાઇ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ એ.ઈ.ગ્રાઉન્ડ પર જ સુરક્ષિત રીતે બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો*

*મહિલા નું ખુબ જ સંવેદનશીલતા પુવૅક કાઉન્સેલીગ કયું કાઉન્સેલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે મહિલા ને છેલ્લા દસ મહિનાથી એક યુવક સાથે ફેસબુક દ્વારા પ્રેમ સંબંધ હોય તે યુવક દ્વારા મહિલા રોજ નાની નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હોય અને મારઝુડ કરતા હોય તેમજ મહિલા સાથે ગેર વતૅન કરતા હોય અને અપશબ્દો બોલીને મહિલા ને હેરાન કરતાં હોય મહિલા ને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર મળવા બોલાવતા હોય મહિલા એ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્ન કરવાની ના પાડતા મહિલા ને મનમાં લાગી આવતા ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના ચાલતાં ચાલતાં ટ્રેનની નીચે આપઘાત કરવા પહોંચી હતી*

*ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને ૧૮૧ ટીમે યુવક ને ફોન કરીને ઘટના સ્થળ પર બોલાવી ને યુવકનું કાઉન્સેલીગ કયું ટીમે તેમને કાયદાકીય જોગવાઈઓ આવા કૃત્યોના પરિણામો અને સામાજિક જવાબદારી વિશે વિસ્તૃત માહિતી આપી સલાહ સુચન અને માગૅદશૅન પુરું પાડ્યું.૧૮૧ ની ટીમે યુવક ને તેની ભુલનુ ભાન કરાવી પાઠ ભણાવ્યો, યુવક ને પોતાની ભૂલ નો અહેસાસ થતાં યુવકે મહિલા ની માફી માંગી, આમ ૧૮૧ મહિલા અભયમ ટીમની સક્રિયતા સંવેદનશીલતા અને નિષ્ણાત માગૅદશૅન નાં કારણે સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું*

*આમ મહિલાએ જીવનમાં ક્યારેય પણ આપઘાત નો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ક્યારેક પણ ઘરેથી નીકળી ન જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ જેને લઈ મહિલા ને તેમના પરિવાર જનોને સહિ સલામત સોંપવામાં આવેલા હોય તેમના પરિવાર જનોને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.*

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW